કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી છે. ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારણાને પણ મંજૂરી આપવામાં આવી છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી લગભગ 46 હજાર 322 કર્મચારીઓ, 23 હજાર 570 પેન્શનરો અને 23 હજાર 260 કુટુંબ પેન્શનરોને લાભ થશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય લાભાર્થીઓને નિવૃત્તિ પછી પ્રતિષ્ઠિત જીવનધોરણ જાળવી રાખીને વધતા જીવન ખર્ચને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરીને અર્થપૂર્ણ રાહત પૂરી પાડવાનો છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓના કર્મચારીઓ માટે વેતન સુધારણા 1 ઓગસ્ટ 2022 થી અમલમાં આવશે. નાબાર્ડ અને આરબીઆઈ કર્મચારીઓ માટે, પગાર અને ભથ્થામાં સુધારો 1 નવેમ્બર 2022 થી અમલમાં આવશે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 1:43 પી એમ(PM)
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી.