ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 13, 2024 11:05 એ એમ (AM) | aakshvaninews

printer

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે 331.78 લાખ હેક્ટર વિસ્તારમા ડાંગરનુ વાવેતર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 318.16 લાખ હેક્ટર વિસ્તાર કરતા વધુ છે. તેવી જ રીતે ગત વર્ષની 110.08 લાખ હેક્ટરની સરખામણીમાં 117 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળનું વાવેતર નોંધાયું છે. લગભગ 173 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ અનાજનુ વાવેતર થયુ છે.