કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. સ્ટોક મર્યાદા ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, મોટી ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સને લાગુ પડશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ત્રણ હજાર મેટ્રિક ટન હતી જે સુધારેલી સ્ટોક મર્યાદામાં ઘટીને બે હજાર મેટ્રિક ટન થઈ ગઈ છે. તેવી જ રીતે, છૂટક વેપારીઓ માટે સ્ટોક મર્યાદા આઠ મેટ્રિક ટન રહેશે.મંત્રાલયે ઘઉંનો સંગ્રહ કરતી તમામ સંસ્થાઓને દર શુક્રવારે પોર્ટલ પર સ્ટોક સ્થિતિ જાહેર કરવા અને અપડેટ કરવા જણાવ્યું છે. આગામી તહેવારોની સિઝન પહેલા ઘઉંના ભાવ નિયંત્રિત કરવાના સતત પ્રયાસોના ભાગ રૂપે, સરકારે આગામી 31 માર્ચ સુધી લાગુ પડતી ઘઉંના સ્ટોક મર્યાદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 7:24 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી
