કેન્દ્ર સરકારે કહ્યું, GST સુધારાઓ 2030 સુધીમાં કાપડ ક્ષેત્રને 350 બિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ કરશે. કાપડ મંત્રાલયે ઉદ્યોગના હિસ્સેદારો, નિકાસકારો, કારીગરો અને ઉદ્યોગસાહસિકો સાથે હાથ મિલાવીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ખર્ચ ઘટાડવા, માળખાકીય વિસંગતતાઓ દૂર કરવા, નોકરીઓ ટકાવી રાખવા અને સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવશે.
આ સુધારાઓ, યાર્ન અને ફેબ્રિકમાં ખર્ચ ઘટાડશે, કાપડની નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. મહત્વનું છે કે, આ પગલાં દેશની ફાઇબર-તટસ્થ નીતિને મજબૂત પ્રોત્સાહન આપે છે, જે કપાસ અને માનવસર્જિત સેગમેન્ટમાં સંતુલિત વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 2:14 પી એમ(PM)
કેન્દ્ર સરકારે કહ્યું, GST સુધારાઓ 2030 સુધીમાં કાપડ ક્ષેત્રને 350 બિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ કરશે.