જાન્યુઆરી 2, 2026 8:20 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક ઘટક વિનિર્માણ યોજનાના ત્રીજા તબક્કામાં 22 નવા પ્રસ્તાવોને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક ઘટક વિનિર્માણ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ 22 નવા પ્રસ્તાવોને મંજૂરી આપી છે. અંદાજિત રોકાણ આશરે 41 હજાર 863 કરોડ રૂપિયા છે. આ પ્રસ્તાવોમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, સ્ટ્રેટેજિક ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ અને માહિતી ટેક્નોલોજી હાર્ડવેર સહિત 11 ક્ષેત્રોમાં ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રોનિક્સ વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે. તે દેશની આર્થિક અને ટેક્નિકલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થપાશે. આ પ્રોજેક્ટ્સ દેશની ઇલેક્ટ્રોનિક્સ પુરવઠા શ્રૃંખલાને મજબૂત બનાવશે, આવશ્યક ઘટકો માટે આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ભારતમાં અદ્યતન ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.
અગાઉ, ઇલેક્ટ્રોનિક્સ ઘટક વિનિર્માણ યોજના હેઠળ 24 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ નવી મંજૂરી ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.