કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આજે ઇલેક્ટ્રોનિક ઘટકો ઉત્પાદન યોજના-ECMS હેઠળ સાત પ્લાન્ટને મંજૂરી આપી છે. આ તમામ અરજીઓમાં કુલ પાંચ હજાર 532 કરોડ રૂપિયાનું રોકાણ અને 44 હજાર 406 કરોડ રૂપિયાનું અપેક્ષિત ઉત્પાદન સામેલ હતું. આ પરિયોજનાઓથી પાંચ હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.
આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્લાન્ટ સ્થાનિક માંગને પૂર્ણ કરશે.
આ પ્લાન્ટ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્થાપિત કરાશે, જેનાથી ભારતની પ્રાદેશિક ઉત્પાદન અને સંતુલિત ઔદ્યોગિક વૃદ્ધિ વધુ મજબૂત થશે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:47 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપી