કેન્દ્ર સરકારે આરોગ્ય, સંસ્કૃતિ અને સલામતી ક્ષેત્ર માટે ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે.
કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે જણાવતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશની સરહદી વિસ્તારની સલામતી સુનિશ્વિત કરવા ચાર હજાર, 400 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાન અને પંજાબના આંતરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં બે હજાર, 280 કિલોમીટરની લંબાઈના માર્ગો તૈયાર કરાશે. આના લીધે ગ્રામીણ ક્ષેત્રમાં સંપર્ક અને સરહદી વિસ્તારોમાં સલામતી દળોની હેરફેરમાં સુગમતા વધશે.
એવી જ રીતે વિકાસની સાથે વારસાની પહેલ અંતર્ગત ગુજરાતના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલનું નિર્ણામ કરાશે. શ્રી વૈષ્ણવે કહ્યું કે, સુચિત સંકુલ દેશના દરિયાઈ વારસાની સમૃધ્ધિનો પરિચય આપશે. લોથલ ખાતેનું સૂચિત સંકુલ પૂર્ણ રીતે તૈયાર થતાં વિશ્વનું સૌથી મોટું અને ભારતના દરિયાઈ વારસાનો પરિચય આપતું સંકુલ બનશે. મુલાકાતીઓને ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનો પરિચય આપવા માટે પાંચ પરિમાણવાળો દૃશ્ય-શ્રાવ્ય કક્ષ તૈયાર કરાશે.
આજે મંત્રીમંડળ દ્વારા લેવાયેલા ત્રીજા મહત્વના નિર્ણયમાં પોષણ સાથે સર્વગ્રાહી વિકાસ સુનિશ્વિત કરવા 17 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફોર્ટિફાઇડ ચોખા અપાશે. આના લીધે કૃપોષણ અને એનિમીયા એટલે કે રક્તક્ષીણતાની સમસ્યા ઉકેલવામાં મદદ મળશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:47 પી એમ(PM)
કેન્દ્ર સરકારે આરોગ્ય, સંસ્કૃતિ અને સલામતી ક્ષેત્ર માટે ત્રણ મહત્વના નિર્ણયો લીધા
