જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી

કેન્દ્ર સરકારે આજે વર્ષ 2030-31 સુધી અટલ પેન્શન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, સાથે જ પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાયનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે. આ યોજના મે 2015 માં અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો.
આ યોજના 60 વર્ષની ઉંમર પછી દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીનું લઘુત્તમ પેન્શન આપે છે, જે ગ્રાહકના યોગદાનના આધારે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આઠ કરોડ 66 લાખથી વધુ ગ્રાહકોની નોંધણી કરાઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.