જુલાઇ 21, 2025 7:17 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું અસરકારક અમલીકરણ અને કામનું મૂલ્યાંકન કરવા રાષ્ટ્રીય સ્તરની નિરીક્ષણ ટુકડી સુરતની મુલાકાતે

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્તરની નિરીક્ષણ ટુકડી- N.L.M. આગામી 26 જુલાઈ સુધી સુરત જિલ્લાની મુલાકાતે છે. આ ટુકડી જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું અસરકારક અમલીકરણ અને કામગીરીનું મૂલ્યાંકન કરી રહી છે. તાજેતરમાં આ ટુકડીએ બારડોલીના બાબેન ગામ, મહુવા તાલુકાના ઉમરા, ઉમરપાડાના સરવન ફોફડીની મુલાકાત લીધી. હવે તેઓ આવતીકાલે મહુવાના દેદવાસણ ગામ, 23મીએ બારડોલીના રૂવા ગામની મુલાકાત લેશે.
N.L.M. ટુકડી મુખ્યત્વે મહાત્મા ગાંધી નરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સહિત ગ્રામ પંચાયતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની મૂળ કામગીરીની સમીક્ષા કરશે.