કેન્દ્ર સરકારની વન રેન્ક વન પેન્શન (OROP)ને આજે દસ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ યોજના લાગુ કરવાનો નિર્ણય એ દેશના જવાનોના બલિદાન પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતા દર્શાવતું મહત્વનું પગલું છે. યોજનાના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ પહેલ નિવૃત્ત સૈનિકો અને અભૂતપૂર્વ સેવા કર્મચારીઓની હિંમત અને બલિદાનને શ્રદ્ધાંજલિ છે, જેઓ રાષ્ટ્રની સુરક્ષા માટે જીવન સમર્પિત કરે છે. તેમણે ઉમેર્યું કે એક દાયકામાં લાખો પેન્શનર અને પેન્શન પરિવારોને તેનાથી ફાયદો
થયો છે.
શ્રી મોદી લખે છે કે આંકડાઓથી પરે આ યોજના સશસ્ત્રદળોની સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વન રેન્ક વન પેન્શન એ પૂર્વ સૈનિકો માટે વાજબી અને સમાન પેન્શન ચૂકવણી સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા અમલી બનાવાયેલી પરિવર્તનકારી યોજના છે. જે નિવૃત્ત સૈનિકમાં સમાન રેન્ક અને સમાન સેવાને આધારે સમાન પેન્શન લાભને સુનિશ્ચિત કરે છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર ચાલુ નાણાકીયવર્ષમાં આ યોજના માટે કુલ 4 હજાર, 468 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં સશસ્ત્રદળોના પેન્શરોને 895 કરોડ
રૂપિયાથી વધુનું વિતરણ કરાયું.