રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જનધન સહિત કેન્દ્ર સરકારની ચાર યોજનાની બૅન્કિંગ સેવાઓની કામગીરી ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી કરી આપવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલી રહેલા “જન સુરક્ષા અભિયાન”ને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કરાયો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા V.C.E.ને મહેનતાણા તરીકે 20 રૂપિયા ચૂકવવામાં આવશે તેમ પંચાયત, ગ્રામ ગૃહ-નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, “જન સુરક્ષા અભિયાન” હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પૅન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામાંકન કરાવવા જેવી સુવિધાઓ હવે ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે.
Site Admin | જુલાઇ 16, 2025 10:29 એ એમ (AM)
કેન્દ્ર સરકારની ચાર યોજનાની બૅન્કિંગ સેવાની કામગીરી હવે ઈ-ગ્રામ કેન્દ્રમાંથી થશે