સપ્ટેમ્બર 9, 2025 8:05 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનું સુરત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર અને આદ્રભૂમિ શહેર સન્માન સમારોહ 2025 અંતર્ગત શહેરોને પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ વાયુ ગુણવત્તામાં ઇન્દોર, જબલપુર, આગરા અને સુરત શહેર દેશમાં અગ્રણી રહ્યા છે. રામસર સંમેલન હેઠળ ઇન્દોર અને ઉદયપુરને આંતર-રાષ્ટ્રીય માન્યતા અપાઈ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમના માધ્યમથી 130 શહેરમાંથી 103 શહેરમાં PM—10 સૂક્ષ્મ કણના સ્તર પર હવાની ગુણવત્તામાં થયેલા સુધારામાં થયેલી પ્રગતિની નોંધ લીધી. શ્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, હવે વૉર્ડ સ્તર પર વાર્ષિક સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરાશે. તેમણે કહ્યું, કચરાનું રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.