કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય વ્યવહાર, બચત, રોકાણ તથા બેંકિંગ સેવાઓ અંગે જાગૃત બનાવવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓને બચતનું મહત્વ, બેંકિંગ પ્રણાલી, ડિજિટલ પેમેન્ટ, વીમા, નાણાકીય યોજનાઓ, સુરક્ષિત નાણાકીય વ્યવહારો, રોકાણ તથા ઠગાઈથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત રોજિંદા જીવનમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સમજાવવામાં આવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 3:30 પી એમ(PM)
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.