કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવા આવી છે.ચૂંટણી 5 નવેમ્બરના રોજ યોજશે., નામાંકન 17 ઓક્ટોમ્બર સુધી જમા કરવા આવશે. દાદરા નગર હવેલીમાં 20 ગ્રામ અને જિલા પંચાયત અને 15 નગર પાલિકા અને દમણમાં 16 જિલા અને ગ્રામ પંચાયત, 15 નગર પાલિકાના વોર્ડ, દીવ જીલ્લામાં 2 ગ્રામ અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજશે. દાનહ અને દમણ દીવ જિલ્લા પંચાયત અને નગર પાલિકા ચૂંટણીના ડિરેક્ટર નિખિલ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી ચૂંટણી જાહેર કરી હતી. ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:24 એ એમ (AM)
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પાંચમી નવેમ્બરે યોજાશે