કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે. ત્યારે રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનામાં તમામ જિલ્લાઓ અને શહેરોમાં ‘હાઉસ ટુ હાઉસ’ અભિયાન હાથ ધરાયું. રાજ્યની 20 હજાર કરતાં વધુ આરોગ્યની ટીમો એ એક કરોડ 48 લાખ કરતાં વધુ ઘરોની તપાસ કરી છે. આ તપાસમાં અંદાજે એક લાખ 75 હજાર જેટલા ઘરોમાં મચ્છરના પોરા તેમજ 5 કરોડ 11 લાખ કરતાં વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો છે. જ્યારે અંદાજે 3 લાખ 69 હજાર કરતાં વધુ તાવના દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું તેના માટે પૂરતી સમજ નાગરિકોને આપવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 1, 2025 9:42 એ એમ (AM)
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે