કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વના ટોચના અર્થતંત્રમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.
અમદાવાદ અતિથિગૃહ ખાતે આજે જિલ્લાસ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનથી દેશમાં ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવી છે, જેનાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં રોજગારીની નવી તકનું સર્જન થઈ રહ્યું છે.
સમીક્ષા બેઠક દરમિયાન શ્રી આઠવલેએ શૈક્ષણિક સહાય, સામાજિક સુરક્ષા, આંતરજ્ઞાતિય લગ્ન યોજના અને દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 19, 2026 7:06 પી એમ(PM)
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી