માર્ચ 3, 2025 2:57 પી એમ(PM) | Amit Shah

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતનાં ખેડૂતો માટેનાં લઘુ ધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક- નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયેલું લઘુ ધિરાણ મોડેલ દેશનાં દરેક જિલ્લા સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે. આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણા અંગેની કાર્યશાળાનાં ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે ગુજરાતમાં ગ્રામીણ ડેરીમાં માઇક્રો એટીએમથી પશુપાલકોને થયેલા ફાયદાનું ઉદાહરણ આપ્યું. આ કાર્યશાળા સહકાર મંત્રાલય અને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયની નીતિઓ અને પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો હેતુ પર્યાવરણીય જવાબદારી સાથે આર્થિક વિકાસ સુનિશ્ચિત કરીને ટકાઉ ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યશાળા દરમિયાન, વિવિધ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.