માર્ચ 3, 2025 9:18 એ એમ (AM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણાં અંગેની શિબિરની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને ઓછામાં ઓછાં બગાડ અંગે શિબિરનું ઉદ્ઘાટન કરશે. શિબિરમાં વિવિધ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરાશે.શિબિરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ- NDDB, ઉદ્યોગ અને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ડેરી પ્રણાલિઓનાં વિસ્તરણ પર ચર્ચા કરાશે અને ધિરાણના વિકલ્પો, કાર્બન ક્રેડિટ અને વેસ્ટ-ટૂ-એનર્જી અંગેના ઉપાયોની ચકાસણી કરાશે.આ શિબિર સહકાર મંત્રાલય અને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયની નીતિઓ અને પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારી સાથે આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતી વખતે ટકાઉ ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનો છે.