કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત સહકારી ચળવળમાં વિશ્વને નવો રાહ ચિંધી રહ્યું છે. રાષ્ટ્રીય દૈનિકોમાં લખેલા લેખમાં, શ્રી શાહે જણાવ્યું કે, સહકારી ક્ષેત્ર માત્ર આર્થિક રીતે મહત્વાકાંક્ષી વ્યક્તિઓને સમૃદ્ધ કરવા માટે જ નહીં, પરંતુ તેમને અર્થતંત્રની મુખ્યધારામાં સામેલ કરવા પણ જાણીતું છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્ર, ‘સહકાર સે સમૃદ્ધિ’નો હેતુ દેશની સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે. નજીવી બચત અને ઓછી મૂડી ધરાવતા લોકો માટે સહકારી ચળવળ આશીર્વાદરૂપ છે.
Site Admin | નવેમ્બર 25, 2024 2:25 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત સહકારી ચળવળમાં વિશ્વને નવો રાહ ચિંધી રહ્યું છે
