ડિસેમ્બર 24, 2025 8:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. આજે પંચકુલામાં KRIBHCO દ્વારા આયોજિત મેગા સહકારી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં કૃષિ બજેટ વધારીને એક લાખ 27 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રોને સહકારી સંસ્થાઓ સાથે જોડીને 1.25 કરોડ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
મુખ્યમંત્રી નાયબ સૈનીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે હરિયાણા એ પહેલું રાજ્ય છે જેણે લઘુત્તમ ટેકાના ભાવ પર 24 પાક ખરીદ્યા છે.
મેગા સહકારી પરિષદ દરમિયાન શ્રી શાહે ભિવાની જિલ્લાના સલેમપુર ગામમાં ત્રણ કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે બનેલા વિટા મિલ્ક ચિલિંગ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. સલેમપુરની આસપાસના 100 ગામોના પશુપાલકોને આ સુવિધાનો સીધો લાભ મળશે. આ પ્રસંગે, શ્રી અમિત શાહે રેવાડી જિલ્લાના જટુસાણામાં HAFED ફ્લોર મિલનું પણ ઉદ્ઘાટન કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.