ડિસેમ્બર 6, 2025 8:27 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે,આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર અને બાળક ખોરાક પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા પછી, ગુજરાતના સણાદરમાં એક જાહેર સભાને સંબોધતા મંત્રીએ આ જાહેરાત કરી હતી.
બનાસ ડેરી દ્વારા સરક્યુલર અર્થતંત્રના સફળ અમલીકરણ પર ભાર મૂકતા, શ્રી શાહે પુનરોચ્ચાર કર્યો કે સરકાર ભારતમાં તમામ ડેરીઓમાં આ મોડેલ લાગુ કરવા માટે કામ કરી રહી છે.
મંત્રીએ ચાર મુખ્ય ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરીને શ્વેત ક્રાંતિ 2.0 ની
સફળતા સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું: સુધારેલ રાષ્ટ્રીય ગોકુલ મિશન,પશુપાલન માળખાગત સુવિધા, રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ડેરી વિકાસ.
મંત્રીએ માહિતી આપી કે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ હાલમાં એશિયાની સૌથી મોટી ડેરીની વૃદ્ધિ વાર્તાની સમીક્ષા કરવા માટે બનાસ ડેરીની મુલાકાત લઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે બપોરે બનાસ ડેરી ખાતે સહકાર મંત્રાલયની
સંસદીય સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ તેઓએ અગથલામાં નવા બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને મહિલા દૂધ ઉત્પાદકો સાથે વાતચીત કરી હતી. તેઓ પશુધન પહેલની સમીક્ષા કરશે અને બનાસકાંઠાના પાલનપુરમાં તેલ મિલ, લોટ અને મધ પ્લાન્ટ સુવિધાઓની મુલાકાત લીધી હતી.