કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023 ની સરખામણીમાં ત્રણ ગણુ વધારવાની સરકારની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ”નો શુભારંભ કરાવતા શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા બનાવાશે.
આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, આગામી સમયમાં દેશમાં સહકાર ટેક્સી અને સહકાર વીમા સેવાઓ પણ અમલમાં આવશે.
સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, બનાસકાંઠા-પંચમહાલનું “કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ” મોડલ જરૂરી સુધારા બાદ સમગ્ર દેશમાં લાગુ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કૃષિ, ગ્રામીણ, માનવતા અને નવાચારના સશક્તિકરણ માટે યોજાઇ રહેલી આ સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવાના વિચારોને સુસંગત છે. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના હસ્તે “સહકાર સારથી” પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓનો શુભારંભ કરાયો.
શ્રી શાહે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં રમતગમત સંકુલ, રેલવે ઓવરબ્રીજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિકાસકાર્યોનું ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં પણ હાજરી આપી હતી. તેઓ બોડકદેવમાં શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કરશે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 7:27 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023ની સરખામણીમાં ત્રણ ગણુ વધારવાની નેમ વ્યક્ત કરી