કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ ધિરાણ લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આજે શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં 60 પહેલ હાથ ધરાઈ.
અગાઉ શ્રી શાહ સવારે સુરતમાં વરાછા ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ- ઇસ્કૉન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. હવે તેઓ રાત્રે અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારની ક્લાઉડ નાઇન સોસાયટી, સરખેજની વ્રજધામ ઍપાર્ટમેન્ટ અને શેલા રોડ પર આવેલા ઑર્ચિડ લેગસી ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે, સહકારી સંસ્થાઓ માટે ધિરાણની વ્યવસ્થા બદલ બનાસકાંઠા અને પંચમહાલની પ્રશંસા કરી.