સપ્ટેમ્બર 22, 2025 7:11 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં 60 પહેલ શરૂ કરાઇ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ લોન લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સરકારી બૅન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં શ્રી શાહે આ મુજબ જણાવ્યુ. તેમણે ઉમેર્યું કે સહકારી ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં 60 પહેલ શરૂ કરવામાં આવી.

અગાઉ શ્રી શાહ સવારે સુરતમાં વરાછા ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ- ઇસ્કૉન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા.
શ્રી શાહ આજે રાત્રે અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારની ક્લાઉડ નાઇન સોસાયટી, સરખેજની વ્રજધામ ઍપાર્ટમેન્ટ અને શેલા રોડ પર આવેલા ઑર્ચિડ લેગસી ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.