ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 6, 2025 7:40 એ એમ (AM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકારી ક્ષેત્ર ભૂમિહીન અને ગરીબ લોકો માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, સહકારી ક્ષેત્ર ભૂમિહીન અને ગરીબ લોકો માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય સહકારી સંસ્થાઓને જીવંત અને સફળ વ્યવસાયિક સંસ્થાઓમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પાંચ વર્ષમાં દેશમાં બે લાખ બહુહેતુક સહકારી મંડળીઓ સ્થાપવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ નવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની સલાહકાર સમિતિની બીજી બેઠકમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટેની પહેલ અંગે અધ્યક્ષતા કરતા માહિતી આપી હતી.તેમણે કહ્યું, સહકારી ક્ષેત્ર, કૃષિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ત્રણ રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. તેમણે સલાહકાર સમિતિના તમામ સભ્યોને તેમના રાજ્યોમાં ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવા કહ્યું જેથી સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન મળે.શ્રી શાહેએ માહિતી આપી કે, રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 દેશમાં સહકારી સંસ્થાઓના લાંબા ગાળાના વિકાસ માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે. કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રીઓ કૃષ્ણ પાલ અને મુરલીધર મોહોલે પણ બેઠકમાં ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.