કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ, બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો. શ્રી શાહે કચ્છ જિલ્લાના ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળી લિમિટેડના મિરલબેન રબારી સાથે પણ સંવાદ કર્યો હતો. સંવાદ દરમિયાન શ્રી શાહે જણાવ્યું કે દેશભરના ઊંટ પાલકો પાસેથી દૂધ એકત્ર કરી તેના ઔષધીય ગુણનો ઉપયોગ કરી ઊંચો ભાવ કેવી રીતે મળી શકે તે માટે ગુજરાત અને રાજસ્થાન સરકાર સાથે મળીને એક યોજના બનાવી રહી છે.
Site Admin | જુલાઇ 9, 2025 8:07 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો