કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા, ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો. સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે આણંદમાં યોજાયેલા સહકાર સંમેલનમાં શ્રી શાહે કહ્યું, દેશના આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વનું યોગદાન છે. અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શ્રી શાહે સહકારી પ્રવૃત્તિને પાંચ ‘P’ સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું.
કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના હેતુથી આજે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત થઈ છે. GCMMFના વાઇસ ચેરમેન અને કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને આ સંસ્થાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે શ્રી શાહે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર એનાયત કર્યું હતું.
શ્રી શાહે ઉમેર્યું આજે દેશમાં 8 લાખ 40 હજારની વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે. રાજ્યમાં 36 લાખ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરે છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઈ-કો-ઓપરેટિવ પોર્ટલ દ્વારા મંડળીઓની નોંધણી, ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે, જેનાથી પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
Site Admin | જુલાઇ 6, 2025 8:06 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા, ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો