ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2025 7:33 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, ગુજરાતનાં આણંદમાં 600 બેઠક અને ચાર અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠકો અને ચાર અભ્યાસક્રમો સાથે ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના ચારમાંથી ત્રણ અભ્યાસક્ર્મ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે.
રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, સ્થાપનાના ચાર વર્ષની અંદર યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓમાં સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમો માટે વાર્ષિક બેઠક ક્ષમતા 9 હજાર 600 ડિપ્લોમા માટે 16 હજાર, પીએચડી માટે 60, જ્યારે પ્રમાણપત્ર કાર્યક્રમો માટે 8 લાખ થશે.
આ ઉપરાંત, યુનિવર્સિટી પોતાની શાળાઓ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં વિસ્તરણ કરશે. સરકારે વધારાની માળખાકીય સુવિધાઓ બનાવવા યુનિવર્સિટીને કોર્પસ ફંડના રૂપમાં 500 કરોડ રૂપિયાની એક વખતની મૂડી સહાય આપી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.