જુલાઇ 17, 2025 7:57 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુરમાં સહકારી અને રોજગાર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી શાહે પોલીસ સ્ટેશનો, સશસ્ત્ર દળો, લશ્કરી વાહનો અને તાલીમ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા 100 નવા પોલીસ વાહનોને લીલી ઝંડી આપી હતી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું હતું.
તેમણે શ્રીઅન્નના પ્રચાર માટે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ બાંધવામાં આવેલા 24 વેરહાઉસ અને 64 બરછટ અનાજ વેચાણ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં સહકારી સંસ્થાઓએ દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે. 98 ટકા ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓની સક્રિય ભૂમિકા છે.