કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાકેન્દ્રી બનાવે છે. વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં સહભાગી થતાં શ્રી સોમનાથને તમામને દેશના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપ્યું.તેમણે કહ્યું, ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપના ઉદ્યમીઓને ઘણીવાર ટેક્સ વિભાગ દ્વારા બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા નીતિગત પ્રયાસ ચાલી રહ્યા છે. ભારત વિકાસની યોગ્ય નીતિઓ, સુધારેલી શાસનવ્યવસ્થા અને ચૂંટાયેલી પાંખ તથા વહીવટી તંત્ર વચ્ચેના ગાઢ સમન્વયથી દેશ વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
Site Admin | નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)
કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ઉદ્યમીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિમાં સુધારો કરાશે