ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 2:16 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. આ સફળતામાં જાહેર ક્ષેત્રની સાથે સાથે આપણા ખાનગી ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોની 15મી આવૃત્તિનો પ્રારંભ કરાવતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ભારત પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભારત વિકાસશીલ દેશમાંથી વિક્સિત ભારત બનવા તરફ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, એરો શોમાં 452 ભારતીય પ્રદર્શકો અને 57 વિદેશી પ્રદર્શકો હાજર છે, જે ભારતના
સંરક્ષણ ઉદ્યોગની તાકાત પ્રદર્શિત કરે છે.પાંચ દિવસનાં શોમાં ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં આવશે.