ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2025 3:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરા ખાતે આયોજિત રોજગાર મેળામાં 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત રોજગાર મેળામાં ટપાલ, રેલ્વે અને CGST સહિત વિવિધ વિભાગોના 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેવી જ રીતે, કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજિત રોજગાર મેળામાં ભાગ લીધો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 85 થી વધુ નવ નિયુકત થયેલા વ્યક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.
વડોદરામાં નવ નિયુકત ઉમેદવારોને સંબોધતા, શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ભાર મૂક્યો હતો કે રોજગાર મેળો વધુ રોજગાર સર્જન માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે અને યુવાનોને સશક્તિકરણ કરવા અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
રોજગાર મેળા પછી, મંત્રીએ સુધારેલી ભારતનેટ યોજનાની પ્રગતિ અને ગુજરાતમાં તેના અસરકારક અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે વડોદરામાં સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. બેઠક દરમિયાન, ગુજરાતમાં યોજનાના અમલીકરણને વધુ મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.