કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ- IMC 25 એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ્લિકેશનનો હેતુ ગ્રાહકો તેનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરાય તે માટેનો છે.
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 ની નવમી આવૃત્તિ આગામી મહિનાની 8 થી 11 તારીખ દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાવાની છે. IMC 25 ની થીમ ‘ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ’ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે IMC 2025 એક હજારથી વધુ અત્યાધુનિક ઉપયોગ-કેસ પ્રદર્શિત કરશે, જેમાં 5G, 6G, AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ગ્રીન ટેક સહિત ઉભરતી તકનીકો પર પ્રકાશ પાડવામાં આવશે, જ્યારે વધતી જતી ડિજિટલ દુનિયાના પડકારો અને તકો અંગે ચર્ચા કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 1:25 પી એમ(PM)
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ- IMC 25 એપ્લિકેશન લોન્ચ કરી.