કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી છે. આ પ્રણાલી નો હેતુ વિદેશથી આવતા નકલી કૉલ્સને ઓળખવા અને તેને બ્લોક કરવાનો છે. આ સિસ્ટમ શરૂ થયાના 24 કલાકની અંદર અંદાજે 1 કરોડ 35 લાખ નકલી નંબરોને ઓળખી તેને બ્લોક કરવામાં આવ્યા છે. આ પ્રકારના કૉલ્સનો ઉપયોગ મોટાભાગે નાણાકીય કૌભાંડો, છેતરપિંડી અને ગભરાટ ફેલાવવા માટે થાય છે. ઉલ્લેખનીય છે કે નાગરિકો સાયબર ગુનાઓ અંગે હેલ્પલાઈન નંબર 1930 પરથી મદદ મેળવી શકે છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:40 એ એમ (AM)
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી
