કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે 4Gના રોલઆઉટની શરૂઆતથી, છેલ્લા છમહિનામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના ગ્રાહકો 75 લાખથી વધીને 1.8 કરોડ થઈ ગયા છે. આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કરતાં સંચાર મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના એવા છ દેશોમાં સામેલ છે જેઓ પોતાનું 4G ટેલિકોમ નેટવર્ક વિકસાવી રહ્યા છે જે ટૂંક સમયમાં 5G પર સ્થાનાંતરિત થશે. BSNLનો નવો લોગો તાકાત, વિશ્વાસ અનેસુલભતાનું પ્રતીક છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:06 પી એમ(PM)
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કર્યું
