કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ સવારે 10 વાગ્યે વડોદરાના ટપાલ તાલીમ કેન્દ્ર,ખાતે યોજાનાર રોજગાર મેળામાં ઉપસ્થિત રહેશે. તેમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. નવા નિમણુકધારકો પોતાની સેવાઓ/પદો પર જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેશે અને નાગરિક સેવાઓમાં સુધારો, સેવા વિતરણની ગુણવત્તા, ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમ બાદ શ્રી સિંધિયા કેવડીયા ખાતે ગ્રામીણ ટપાલ સેવા સંમેલનમાં પણ હાજરી આપશે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 10:11 એ એમ (AM)
કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ગુજરાતના પ્રવાસે આવશે