ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 14, 2024 8:39 એ એમ (AM) | કેન્દ્રીય શિક્ષણ મંત્રી

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યશાળાની વિષયવસ્તુ ” મહિલા નેતા – વર્ષ 2027માં વિકસિત ભારત માટે શૈક્ષણિક શ્રેષ્ઠતા તૈયાર કરવું” છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કાર્યશાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના દ્રષ્ટિકોણ મુજબ શિક્ષણના દરેક સ્તરે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
શ્રી પ્રધાને કહ્યું કે મહિલા સશક્તિકરણના ભારતીય મોડલની રચના એવી રીતે થવી જોઈએ કે મહિલાઓ તમામ નીતિ ઘડતર અને જીવન ના વિકલ્પોની પસંદગીમાં સામેલ હોય. તેમણે કહ્યું કે મહિલા શક્તિ દ્રઢતા અને આશાનું પ્રતિક છે અને મહિલાઓ સાથે આદરપૂર્વક વર્તવું એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન મૂલ્ય છે.
વર્કશોપનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે મહિલાઓ કેવી રીતે ઉચ્ચ શિક્ષણના શૈક્ષણિક ધોરણોમાં વધારો કરી રહી છે અને તેઓને નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે કેવી રીતે તૈયાર અને પ્રેરિત કરવામાં આવે છે.