કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત બિલ્ડાથોન 2025નો પ્રારંભ કરાવ્યો. આ પહેલનો હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન સાથે મળીને, આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ વિકસિત ભારત બિલ્ડાથોન 2025નું આયોજન કરી રહ્યું છે. તે યુવાનોને આત્મનિર્ભર ભારત, સ્વદેશી, વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત જેવા વિષયો પર વિચાર, ડિઝાઇન અને પ્રોટોટાઇપ બનાવવા માટે પ્રેરણા આપશે. વિદ્યાર્થીઓ આજથી 6 ઓક્ટોબર સુધી બિલ્ડાથોન માટે નોંધણી કરાવી શકે છે. આ દેશવ્યાપી ચળવળમાં દેશની છ લાખ શાળાઓના 12 કરોડ વિદ્યાર્થીઓ જોડાય તેવી અપેક્ષા છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:41 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત બિલ્ડાથોન 2025નો પ્રારંભ કરાવ્યો