કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, જેમજેમ દેશ વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. તેમતેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગળ વધવાના માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરે છે. ગત પાંચ વર્ષમાં સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલિમાં આદર્શ પરિવર્તન કરાયું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પાંચ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી પ્રધાને આ વાત કહી.
આ પ્રસંગે શ્રી પ્રધાને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ- DoSEL અને ઉચ્ચ શિક્ષણ વિભાગ – DoHEની કેટલીક પહેલનો પ્રારંભ કરાવ્યો.