કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે દિલ્હી યુનિવર્સિટી ખાતે ‘એક દેશ એક ચૂંટણી’ પર સમર્પિત દોડને લીલીઝંડી બતાવી રવાના કરી હતી.
આ પ્રસંગે શ્રી પ્રધાને ‘એક દેશ એક ચૂંટણી’ એ સમયની માગ હોવા પર ભાર મુક્યો. તેમણે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને આર્થિક મહાશક્તિમાં બદલવા દેશ અને રાજ્ય બંને સ્તર પર રાજકીય સ્થિરતા જરૂરી છે.
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, ‘એક દેશ એક ચૂંટણી’ જ ભારતને વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો એક માત્ર રસ્તો છે.
Site Admin | એપ્રિલ 30, 2025 2:17 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ‘એક દેશ એક ચૂંટણી’ એ સમયની માગ છે.’
