જુલાઇ 10, 2025 7:36 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું, દેશની વિશ્વ-વિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, આપણા દેશની વિશ્વ-વિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના 2 દિવસના સંમેલનનું ઉદ્ઘાટન કરાવતા શ્રી પ્રધાને આ વાત કહી.
શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ સાથે સંમેલનનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી પ્રધાને કુલપતિઓને તેમની વિશ્વ-વિદ્યાલયો માટે પોતાનું વિશેષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ મૉડેલ બનાવવા, વિદ્યાર્થી પ્રથમ અભિગમ અપનાવવા અને એક નવી શૈક્ષણિક સંસ્કૃતિ તેમજ શૈક્ષણિક મૉડેલ સ્થાપિત કરવા માટે કામ કરવા પણ આહ્વાન કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.