ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનીસાથે શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિતકર્યું. તેમણે શાળાના શિક્ષણના સમગ્ર વિકાસ માટે આગામી પાંચ વર્ષની પદ્ધતિ પરપોતાના વિચાર રજૂ કર્યા હતા.      
શ્રી પ્રધાને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાવિકસિત ભારતના અભિગમનો મુખ્ય સ્તંભ શિક્ષણ છે. શ્રી પ્રધાને રાજ્યો અનેકેન્દ્રશાસિત પ્રદેશોને આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાનુંઆહ્વાન કર્યું છે.     
શ્રી પ્રધાને કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલદેશને એક જ્ઞાન મહાશક્તિમાં બદલવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી સમાન અને સમાવેશીપહોંચને સક્ષમ કરવાની ચાવી છે. ભારતીય ભાષાઓમાં શિક્ષણ અંગે શ્રી પ્રધાને કહ્યુંકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માતૃભાષા અને તમામ ભારતીયભાષાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર આપે છે.