ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 7:50 પી એમ(PM) | ઉદ્ઘાટન

printer

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડતો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. કરીમનગરના 5 વિભાગોમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ 6 હજાર પાણીના જોડાણો 24 કલાક પીવાનું પાણી પૂરું પાડશે. હૈદરાબાદથી અગાઉ કરીમનગર પહોંચેલા શ્રી ખટ્ટરે શહેરમાં 12.35 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બહુહેતુક ઇમારત અને 22 કરોડ રૂપિયાના ખર્ચે રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય કુમાર અને રાજ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.