કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ અલિ અલ યાહયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે.
ડૉ. જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને લોક સંપર્ક સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.