કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન કરે છે. તેમણે અંતરિક્ષ, જૈવ પ્રૌદ્યોગિકી અને પરમાણુ ઊર્જા વગેરે ક્ષેત્રોમાં તાજેતરનાં વર્ષોમાં ભારતે કરેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે પોતાને વૈશ્વિક મંચ પર અગ્રેસર તરીકે સ્થાન આપ્યું છે.ડૉ. જિતેન્દ્ર સિંહેધ્યાન દોર્યું હતું કે, ભારતનાં અંતરિક્ષક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે, જેમાંમહત્ત્વાકાંક્ષી મિશનો અને આંતરરાષ્ટ્રીય જોડાણોમાં વધારો થયો છે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ ,SpaDeX ભારતનીટેકનોલોજીકલ પ્રગતિનું પ્રમાણ છે, જે ગગનયાન, ચંદ્રયાન-4 અને ભારતનુંઆગામી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ભારતીય અંતરીક્ષ સ્ટેશન સહિત ભવિષ્યનાંઅંતરિક્ષ અભિયાનો માટે માર્ગ મોકળો કરે છે.તેમણે કહ્યું હતું કે ડીએનએઆધારિત કોવિડ-19 રસી અને સર્વાઇકલકેન્સર માટે પ્રથમ હર્પીઝવાયરસ રસી સાથે ભારત વૈશ્વિક હેલ્થકેર નવીનતામાં મોખરે છેકેન્દ્રીય મંત્રીએ ભારતનીબાયોઇકોનોમી 10 અબજ ડોલરથી 140 અબજ ડોલર સુધીપહોંચીને , સમૃદ્ધ બાયોટેકસ્ટાર્ટઅપ્સ સાથે 250 અબજ ડોલર સુધીપહોંચવાની તૈયારીમાં છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:09 પી એમ(PM)
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે