કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે, જે મરાઠવાડાને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવશે.
આજે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગોયલે AURIC સિટી ખાતે ઉદ્યોગસાહસિકો સાથેની તેમની ચર્ચા અંગે જણાવતા કહ્યું કે, શહેરની માળખાગત સુવિધાઓને વધારવા માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં કામદારો અને રહેવાસીઓ માટે રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, એક કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન હબની પણ સ્થાપના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર નજીક 10 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલું ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. જે દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 રાજ્યોમાં ફેલાયેલા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાની યોજના ધરાવે છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM) | કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી