કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે.શ્રી ગોયલે આજે નવી દિલ્હી ખાતે IIFTના 57માં દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધતાં, ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં યુવા સ્નાતકોની મહત્વની ભૂમિકા પર ભારમૂક્યો હતો. તેમણે પ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને કહ્યું કે ભારતનું ભવિષ્ય આત્મવિશ્વાસથીભરેલી યુવા પેઢીના હાથમાં છે.મંત્રીશ્રી એ કહ્યું કે આજે યુવ ભારત પાસે વિશ્વ સમક્ષ140 કરોડ મહત્વાકાંક્ષી ભારતીયોના ભાગ્યને ઘડવાની તક છે. વાણિજ્ય સચિવ અને આઈઆઈએફટીનાચાન્સેલર સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે યુવાનોનું વિઝન વ્યાપક હોવું જોઈએ અને તેઓઅર્થતંત્રના વિકાસ માટે વ્યાપક યોગદાન આપી શકે છે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:56 પી એમ(PM)
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે
