ઓક્ટોબર 7, 2024 7:38 પી એમ(PM)

printer

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ‘સરહદ પારના વ્યવહારોને સરળ બનાવવા ભારત અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર ભારતના U.P.I. અને U.A.E. ની A.A.N.I. ને પરસ્પર સાંકળવા કાર્ય કરી રહી છે

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ‘સરહદ પારના વ્યવહારોને સરળ બનાવવા ભારત અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર ભારતના U.P.I. અને U.A.E. ની A.A.N.I. ને પરસ્પર સાંકળવા કાર્ય કરી રહી છે. આનાથી U.A.E.માં રહેતા 30 લાખથી વધુ ભારતીયોને લાભ થશે. શ્રી ગોયલેઆજે મુંબઈમાં રોકાણ પર ભારત-U.A.E. ઉચ્ચ સ્તરીય સંયુક્ત કાર્યદળની 12મી બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિતકરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, U.A.E. ભારતમાં ફૂડ પાર્કસ્થાપવા માટે સંમત થયું છે. આ ફૂડપાર્ક UAEમાં ખાદ્ય સુરક્ષાસુનિશ્ચિત કરશે અને ભારતીય યુવાનો માટે રોજગાર સર્જન સાથે ભારતીય ખેડૂતોની આવક વધારવામાંમદદ કરશે. ભારત સરકારે દુબઈમાં ઈન્વેસ્ટ ઈન્ડિયાનું કાર્યાલય શરૂ કરવાનો નિર્ણયકર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.