ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી છે. આમાં દ્વિપક્ષીય સમજૂતી અને બહુપક્ષી મંચના માધ્યમથી વ્યાપારી સંબંધોને વધારવા, આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે ટેક્નિકલ સહયોગને મજબૂત કરવા અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક આદાન-પ્રદાનને વધારવા જેવા ક્ષેત્ર સામેલ છે.
શ્રી ગોયલે નવી દિલ્હીમાં એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટે ફ્રાન્સના વિદેશી વ્યાપાર આયુક્તોના વાર્ષિક સંમેલનમાં કહ્યું કે, ‘નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને ફ્રાન્સનો વેપાર 15 અબજ ડૉલર સુધી પહોંચશે.’ તેમણે ઉમેર્યું કે, ‘વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ભારત એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવશે તે નિશ્ચિત છે.’