ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. શ્રી ગોયલ બુધવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, બંને દેશો દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ વધારવાના ઉપાયો પર ચર્ચા કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત અને વધતા વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપશે. તે બિઝનેસ-ટુ-બિઝનેસ જોડાણને પ્રોત્સાહિત કરશે અને મહત્વપૂર્ણ ખનિજો, ઉત્પાદન, શિક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન અને અવકાશ સહિત બંને પક્ષો માટે પ્રાથમિકતાના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપશે.
ત્રણ દિવસની મુલાકાત દરમિયાન શ્રી ગોયલ આવતીકાલે ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક બેઠકમાં પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે. કેન્દ્રીય મંત્રી ભારતમાં રોકાણ માટેની વિશાળ તકોને ચકાસવા માટે ઓસ્ટ્રેલિયન અને ભારતીય સીઈઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને ઓસ્ટ્રેલિયન પેન્શન ફંડના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.